અફલાતૂન વ્યાકરણ



વ્યાકરણના પિરિયડમાં સ્મિતા મેડમ બાળકોને ક્રિયાપદના કાળ શીખવી રહ્યાં હતાં. એમણે કનુને પૂછ્યું : ‘‘હું સુંદર છું. એ કયો કાળ કહેવાય.’’ કનુ -મેડમ ! એ ભૂતકાળ કહેવાય.

માય ટીચર



શિક્ષક : દરેક વિધાર્થી ‘‘માય ટીચર’’ વિશે અંગ્રેજીમાં નિબંધ લખી લાવો. શબ્દો ન જડે તો મને ઉંઘમાંથી પણ ઊઠાડીને પૂછજૉ. તોફાની બારકસ ટીનુએ પૂછ્યું : સર ! ઉલ્લુ માટે અંગ્રેજીમાં કયો શબ્દ છે ?’

કોણ મૂરખ ?



શિક્ષક : કેટલાક મૂરખા લોકો એવા સવાલ પૂછતા હોય કે ડાહ્યા લોકો પણ એનો જવાબ આપી શકતા નથી. ટીનુ : સર ! એટલા માટે જ અમે તમારા સવાલના જવાબ આપી શકતા નથી.

શેરને માથે સવા શેર



મેડમ : મુન્ની ! તને ખબર છે કે ઇંદિરા ગાંધી જયારે તારા જેવડાં હતા ત્યારે વર્ગમાં મોનીટર હતાં ? મુન્ની : જી મેડમ ! મને ખબર છે અને મને એ પણ ખબર છે કે તેઓ જયારે તમારા જેટલા હતા ત્યારે ભારતના વડાપ્રધાન હતા.

ઊંધું ભણ્યા છે !



નીતા : ગીતા ! તારા પપ્પા કયાં સુધી ભણેલા છે ? ગીતા : બી. એ. સુધી નીતા : બસ !! ફકત બે અક્ષર સુધી ભણ્યા છે અને તે પણ ઊંધા ?

 નબળી યાદશકિત


નબળી યાદશકિતનટુ (ડોકટર ગટુને) : ડોકટર સાહેબ, મને કશું યાદ રહેતું નથી. મેં મારું સ્કૂટર કયાં પાર્ક કર્યું તે હું ભૂલી જાઉં છું. કયારેક તો એવું બને છે કે હું કયાં જઉં છું તે પણ મને યાદ આવતું નથી અને જો હું ત્યાં પહોંચુ તો ત્યાં હું શું કરવા ગયો હતો તેની મને સમજ પડતી નથી. હું શું કરું?

ગટુ : મારી ફી એડવાન્સમાં ચૂકવો.

પહેલું પાનું રહેવા દેજો


નટુ ફેકસ કરવા એક દુકાનમાં ગયો. દુકાનદાર ગટુએ કહ્યું કે પહેલાં પાનાના ૧૦ રૂપિયા થશે અને પછીના દરેક પાનાંનો એક-એક રૂપિયો થશે.

એટલે નટુએ કહ્યું, ‘પહેલું પાનું રહેવા દેજો. બાકીના પાનાને ફેકસ કરી દો.’


બહાનેબાજી



પોલીસ કોન્સ્ટેબલ નટુએ બેફામપણે કાર ચલાવતા ગટુને રોકયો.
નટુ : સાહેબ, મારે તમારા શ્વાસનો ટેસ્ટ લેવો પડશે.
ગટુ : એ ટેસ્ટ હું આપી શકું એમ નથી. હું દમનો દર્દી છું અને હું જો ટેસ્ટ આપીશ તો મને દમનો ખરેખર મોટો હુમલો આવશે.
નટુ : સારું, તો તમારી કાર લઈને મારી સાથે પોલીસ સ્ટેશન આવો. હું તમારો બ્લડ ટેસ્ટ કરાવવા માંગુ છું.
ગટુ : સર, હું બ્લડ ટેસ્ટ પણ આપી શકું નહીં. મને હેમોફિલિયાનો રોગ છે. એટલે જો હું લોહી આપીશ તો મારા શરીરમાંથી લોહી સતત નીકળતું રહેશે અને હું મરી જઈશ.
નટુ : ઠીક છે. તો પછી તમારો યુરિનનો ટેસ્ટ કરાવી લઈએ.
ગટુ : એ પણ શકય નથી, કારણ કે હું ડાયાબિટીસનો દર્દી છું અને જો હું યુરિનનો નમૂનો આપીશ તો મારા શરીરમાં સુગરનું લેવલ ઘણું નીચું જતું રહેશે.
નટુ : હવે માત્ર એક જ રસ્તો બચે છે. તમે કારમાંથી નીચે ઉતરો અને અહીં થોડું ચાલો.
ગટુ : હું એ પણ કરી શકું એમ નથી.
નટુ : પણ ચાલવામાં શો વાંધો છે?
ગટુ : મેં વધારે પડતો દારૂ પીધો છે.

છગન


છગન - ડૉક્ટર સાહેબ, શુ મારા માથાના એક્સરેમાં બ્રેન ટ્યુમર છે ?
ડૉક્ટર - તમે બ્રેન ટ્યુમરની વાત કરો છો, મને તો બ્રેન પણ ન મળ્યું.

રમેશ



રમેશ - કેટલું સારું હોત જો મારી પ્રેમિકા એક પુસ્તક હોત, અને હું તેને હંમેશા વાંચતો રહેતો.
સુરેશ - કેટલું સારું હોત જો મારી પત્ની એક ડાયરી હોત અને હું સાલ પૂરુ થતાં જ તેને બદલી દેતો.

પ્રેમિકા-પ્રેમી


પ્રેમિકા(પ્રેમીને)- શું વાત છે, તુ ખૂબ ઉદાસ લાગી રહ્યો છે ?
પ્રેમી - મેં હમણાં જ એક કરુણાંત બુક વાંચી છે.
પ્રેમિકા - કઈ બુક ?
પ્રેમી -બેંકની પાસબુક.
જજ-મગન

જજ- તમારી પત્ની ભાગી ગઈ તો પોલીસ સ્ટેશન જાવ, કોર્ટમાં કેમ આવ્યાં છો ?
મગન- અરે આની પહેલાં ભાગી હતી તો હું પોલીસ સ્ટેશન જ ગયો હતો પણ પોલીસવાળા તેને શોધીને લઈ આવ્યા હતા.

નોકર


નોકર - મેડમ, એક વ્યક્તિ પેકેટમાં એવું તે શુ લઈને આવેલો કે તેને જોતાં જ સાહેબ બેભાન થઈ ગયા ?
મેડમ - અરે, એનો અર્થ તો એ જ કે ઝવેરીએ મારો ડાયમંડ નેકલેસ આપી દીધો

 મેડિકલ સ્ટોર


મેડિકલ સ્ટોર પર પહોંચીને એક યુવતીએ શરમાતાં શરમાતાં કહ્યુ - મારે કોઈ દવા નથી લેવી, પરંતુ તમે મારા પતિએ મને લખેલો પ્રેમ પત્ર વાંચી સંભળાવશો ? મને તેમણે લખેલા પત્રમાં ખબર નથી પડતી, કારણકે તે એક ડોક્ટર છે.

નેતા



નેતા (ડૉ. ને) - મને મારી તપાસ રિપોર્ટ જરા મારી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરો.
ડૉક્ટર - તો સાંભળો, બ્લડપ્રેશર મોંધવારીની જેમ વધી ગયુ છે, ફેફસા ખોટું આશ્વાસન આપી રહ્યાં છે. અને હૃદય કોઈ પણ સમયે દગો આપી શકે છે.

જાડો માણસ



જાડો માણસ - ડૉ. સાહેબ , તમે મને મોટાપો ઘટાડવા માટે તમે જે 10 ગોળીઓ આપી હતી એ ક્યારે અને કેવી રીતે લેવાની ?
ડૉ. - તે ગોળીઓ ખાવાની નથી, બસ રોજ પચાસ વખત જમીન પર પાડીને પાછી ઉપાડવાની છે.

ગજ્જુ હાથી



ગજ્જુ હાથીની તબિયત બહુ ખરાબ થઈ ગઈ. પાડોશમાં રહેતી એક કીડી બીજી ત્રણ કીડીઓને સાથે લઈને હાથીને જોવા ગઈ.
હાથી બોલ્યો - અરે, તુ તારી સાથે અન્ય ત્રણ સાથીને પણ લઈને આવી!!
કીડી - એ તો તને કાંધાની જરૂર પડી ગઈ તો ?
રાજુ

રાજુ - ડૉ. સાહેબ આજકાલ મને કશું જ યાદ રહેતુ નથી. કોઈ એવી દવા આપો જેનાથી બધુ જ યાદ રહે.
ડૉ. - આ બિમારી તને છેલ્લા કેટલા વર્ષથી છે ?
રાજુ - કઈ બિમારી ડૉ. સાહેબ ?

 

Make a Free Website with Yola.